ગુજરાત સરકારે 21 ઓક્ટોબર 2026ની કેબિનેટ બેઠકમાં ‘પીએમ સૂર્ય ઘર: મુફ્ત બિજલી યોજના’ હેઠળ વધારાની રાજ્ય સબસિડીનો નિર્ણય લીધો, અને 22 ઓક્ટોબરે તેનો સરકારી ઠરાવ (GR) બહાર પડ્યો. 2.18 kWp સુધીની રૂફટોપ સોલાર સિસ્ટમ માટે સામાન્ય પરિવારે બેન્ચમાર્ક ખર્ચના માત્ર 10% અને SC/ST પરિવારે માત્ર 5% ભરવાના છે. રાજ્યના 3 લાખથી વધુ પરિવારોને લાભ મળશે અને સરકાર અંદાજે ₹1,000 કરોડનો ખર્ચ ભોગવશે. Anany Urja એ ઠરાવ વાંચીને મુદ્દા સરળ કરી આપ્યા છે.







